IIFA એવોર્ડ: શાહરૂખ સર્વશ્રેષ્ઠ અભિનેતા, ‘એનિમલ’ બેસ્ટ ફિલ્મ

IIFA એવોર્ડ: શાહરૂખ સર્વશ્રેષ્ઠ અભિનેતા, ‘એનિમલ’ બેસ્ટ ફિલ્મ

IIFA એવોર્ડ: શાહરૂખ સર્વશ્રેષ્ઠ અભિનેતા, ‘એનિમલ’ બેસ્ટ ફિલ્મ

Blog Article

અબુ ધાબીના યાસ આઇલેન્ડમાં યોજાયેલા આઇફા એવોર્ડ્સમાં સુપરસ્ટાર શાહરૂખ ખાનને “જવાન”માં તેની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો જ્યારે રણબીર કપૂર અભિનીત ફિલ્મ “એનિમલ”ને શ્રેષ્ઠ ફિલ્મનો ખિતાબ મળ્યો હતો. રાની મુખર્જીએને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

શાહરૂખે શનિવારે રાત્રે અભિનેતા વિકી કૌશલ અને ફિલ્મ નિર્માતા કરણ જોહર સાથે એવોર્ડ્સ સમારંભનું સંચાલન કર્યું હતું. દિગ્દર્શક મણિરત્નમ અને સંગીત ઉસ્તાદ એ આર રહેમાન SRKને ટ્રોફી આપી હતી. સુપરસ્ટારે ટ્રોફી સ્વીકારતા પહેલા રત્નમના ચરણ સ્પર્શ કર્યાં હતાં.

રાની મુખર્જીએ “મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે”માં તેની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેત્રીની ટ્રોફી જીતી હતી. ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપરાએ તેમની ફિલ્મ “12મી ફેલ” માટે શ્રેષ્ઠ નિર્દેશકનો આઈફા એવોર્ડ જીત્યો હતો.

સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ “એનિમલ”એ અનિલ કપૂર અને બોબી દેઓલ માટે અનુક્રમે શ્રેષ્ઠ સહાયક અભિનેતા અને શ્રેષ્ઠ નકારાત્મક ભૂમિકાની કેટેગરીમાં જીત નોંધાવી હતી. ભૂપિન્દર બબ્બલને “એનિમલ”ના ગીત ‘અર્જન વેલી’ માટે શ્રેષ્ઠ પ્લેબેક સિંગર (પુરુષ)નો એવોર્ડ તેમજ ‘સતરંગા’ માટે શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ મળ્યો હતો ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ પુરસ્કાર પીઢ અભિનેત્રી-રાજકારણી હેમા માલિનીને આપવામાં આવ્યો હતો.

શબાના આઝમીને રોકી અને રાનીકી લવ સ્ટોરી માટે બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.બોલિવૂડ સિતારાઓએ એમના શાનદાર પરફોર્મન્સથી આ એવોર્ડ્સને યાદગાર બનાવ્યા હતાં. શાહિદ કપૂર, કૃતિ સેનન અને વિક્કી કૌશલે સ્ટેજ પર જોરદાર પરફોર્મ કર્યું હતું. શાહિદ કપૂરનો પ્રભુ દેવા અને કૃતિ સેનન સાથે ડાન્સ જોઈને દર્શકો ઉત્સાહથી ઝૂમી ઉઠ્યા હતાં. આ સાથે શાહિદ કપૂર, અનન્યા પાંડે, કૃતિ સેનન, કરણ જોહર, ઐશ્વર્યા રાય સહિત અનેક સિતારાઓએ આ ફંક્શનમાં હાજરી આપી હતી.

એવોર્ડ વિજેતા
બેસ્ટ એક્ટર- રાની મુખર્જી (‘મિસેજ ચેટર્જી વર્સેસ નોર્વે’)
બેસ્ટ એક્ટર- શાહરુખ ખાન (‘જવાન’)
બેસ્ટ ડાયરેક્ટર- વિધુ વિનોદ ચોપરા
બેસ્ટ ફિલ્મ- ‘એનિમલ’
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ- શબાના આઝમી
બેસ્ટ પરફોર્મન્સ ઇન નેગેટિવ રોલ- બોબી દેઓલ
બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શન- પ્રીતમ, વિશાલ મિશ્રા, માનવ ભારદ્વાજ, શ્રેયસ પુરાણિક, જાની, ભૂપિન્દર બબ્બલ, અશીમ કેમસન, હર્ષવર્ધન રામેશ્વર
બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ)- ભૂપિન્દર બબ્બલ, અર્જન વેલ્લે
ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ ઉપલબ્ધિ- હેમા માલિની
ડેબ્યુટંટ ઓફ ધ ઇયર- અલિજેહ અગ્નિહોત્રી

 

Report this page